યોગી સરકારનું બુધવારે પહેલું કેબિનેટ વિસ્તરણ,23 મંત્રીઓએ શપથ લીધા

2019-08-21 386

ઉત્તરપ્રદેશની યોગી કેબિનેટનું બુધવારે પહેલું વિસ્તરણ થયું છે જેમાં 6 કેબિનેટ, 6 રાજ્યમંત્રી(સ્વતંત્ર પ્રભાર) અને 11 રાજ્યમંત્રીઓને રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા છે કેબિનેટ વિસ્તારમાં જાતિગત સમીકરણોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે 23 મંત્રીઓમાંથી 6 બ્રાહ્મણ, 4 ક્ષત્રિય , 3 વૈશ્ય અને 10 દલિત તથા પછાત વર્ગના છે

ચાર મંત્રીઓએ રાજીનામું આપ્યુંઃપહેલા મંગળવારે પાંચ મંત્રીઓએ પદ પરથી રાજીનામું આપી દીધું છે પરંતુ આમાથી ચાર મંત્રીઓનું જ રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે 2017માં ઉત્તરપ્રદેશની સત્તામાં આવ્યા બાદ આ પહેલું કેબિનેટ વિસ્તરણ છે પાંચ મંત્રીઓના રાજીનામા બાદ સરકારમાં 20 કેબિનેટ, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર અને 13 રાજ્યમંત્રી છે

Videos similaires